About us

“તોડ”



પી એસ આઈ રાઠોડ પોતાની ચેમ્બરમાં બેઠા હતા. સવારના દસેક વાગ્યા હતા. બહાર બે કોન્સ્ટેબલ અને એક રાઈટર ખૂણામાં બેઠા હતા. એનાથી દૂર એક ટેબલ પર બે લેડી કોન્સ્ટેબલ બેઠી હતી. પોલીસ સ્ટેશનની બહાર જ આવેલ જગલાની ચાની લારીમાંથી સાહેબ માટે સ્પેશ્યલ કડક અને મોળી ચા આવી ગઈ હતી!! જગલો ચા દેવા આવ્યો હતો. પી એસ આઈ રાઠોડની ચા દેવા જગલો રોજ પોતે આવતો. સાહેબની સ્પેશ્યલ ચા પણ એ પોતેજ બનાવતો.

                    

પી આઈ રાઠોડ  ચા પી રહ્યા હતા ને ત્યાજ જગલો બોલ્યો.

              

“સાબ હમણા એક મહત્વનો કેસ તમારી પાસે આવશે. કેસમા આમ તો ખાસ કશું જ નથી. પણ છે મહત્વનો.. તમારો આજનો દિવસ સુધરી જવાનો છે!!”

              

“એમ તો પછી ભલે આવતો કેઈસ!! આપણે તો એ માટે જ બેઠા છીએ ને” પીએસ આઈ ધીમે ધીમે ચાની ચુસ્કી લઇ રહ્યા હતા. જગલાની વાત પર એને વિશ્વાસ હતો..

                      

પી એસ આઈ તરીકે એનું પોસ્ટીંગ થયું એને હજુ આઠ માસ જ થયા હતા. અહી અગાઉ ના પી એસ આઈ બારડ હતા એમને જ કીધું હતું રાઠોડને.

             

“ આ ચા વાળા જગલા પર ભરોસો મુકવા જેવો છે. આમ તો એ પચાસ  વટાવી ગયો છે. પણ ઉમરમાં હજુ એ ચાલીશનો જ લાગે છે. આ આખા વિસ્તારની  છઠ્ઠી જાણે છે. જગલો તમારું કામ કરી જ દેશે. અને જે આપો એ લઇ પણ રહેશે. વળી તેનો સારામાં સારો પ્લસ પોઈન્ટ એ છે કે એને તમારી સાથે ગાઢ સંબંધો છે એ ગઈ વગાડીને કોઈને કહેવાની ટેવ જ નથી. મારો તો આ પોલીસ સ્ટેશનમાં ચાર વરસનો અનુભવ છે. ઘણા ગૂંચવાડા વાળા કેઈસમાં જગલાની માહિતી મને કામમાં લાગી છે. વળી એના બાપા પણ આ જ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિવૃત થયા. એ બહુ ભણી ના શક્યો એટલે આ ચાની લારી કરી દીધી એને.. વળી આ મેઈન બજારનો વિસ્તાર એટલે ધંધો સારો ચાલે છે. હું એને ભલામણ કરતો જાવ છું. આજુ બાજુના વિસ્તારમાં કોઈ પણ કેઈસ આવે અને તમને આરોપી કે ફરીયાદીમાં સાચું કોણ એમાં જયારે જયારે શંકા જાગે ત્યારે જગલાનું માર્ગ દર્શન લેવાનું. એની વાત એકદમ સચોટ હશે. વળી એની સહુથી મોટી ખાસિયત તો તમને કહેવાનું ભૂલી ગયો કે એ કયારેય તમારી પાસે કોઈની ભલામણ લઈને કે કોઈના તોડમાં વચ્ચે નહિ આવે!! જગલાની સલાહથી કોઈ કેઈસમાં કદાચ બે પૈસા આપણને મળે તો પછી યોગ્ય લાગે એ રકમ એને આપી દેવાની. જે આપશો એ લઇ લેશે!!”

                     

જગલાના બે દીકરાઓને પણ ચાની જ લારીઓ હતી. એકની લારી બસ સ્ટેન્ડ પાસે હતી અને બીજાની લારી મેઈન બજારમાં હતી.પણ પોલીસ સ્ટેશનની અડીને આવેલ આ જગલાની લારીએ જેટલો વકરો બીજે ક્યાય થતો નહિ. પોલીસ સ્ટેશનમાં કોઈ કેઈસ આવે એટલે લોકોના ટોળા આવે.ચા ની લારી પાસે ઉભા રહે. બધા ટાઈમપાસ કરવા ચા પીવે.જગલો બધાની વાતો સાંભળે. બોલે કાઈ નહિ પણ બધું જ મગજમાં ઉતરતું જાય. આમ ને આમ એ તમામ માણસોને પારખી ગયેલો.અને થોડા જ દિવસોમાં પી એસ આઈ રાઠોડને પણ ખ્યાલ આવી ગયો કે જગલો છે કામનો. આમ તો આ  નવસારી બાજુનું નાનું ય નહિ અને મોટુંય નહિ એવું ગામ હતું.  મહારાષ્ટ્રની બોર્ડર નજીક પડે એટલે દારૂના બુટલેગરો આજુબાજુના વિસ્તારમાં ધમધમતા. શરૂઆતમાં તો એ આવ્યા ત્યારે કડક ઓફિસરની છાપ હતી. બળ કરી કરીને તુટી ગયા ત્યારે વિદેશી દારુ પકડવાના માંડ માંડ બે નાના કેઈસ એ કરી શક્યા.  સ્ટાફમાં પણ ખાસ મોટી ઓળખાણ નહિ. પેલી વાર નેશનલ હાઈવે આઠ પર પીએસઆઈ રાઠોડે જગલાને બોલાવીને કહેલું.

             

“ મારે આ વિસ્તારના બુટલેગરોના નામ જોઈએ છે. તમામ ડીટેઈલ્સ સાથે. એ લોકો ક્યારે અને ક્યાં રસ્તે દારૂની હેરફેર કરે છે અને કટિંગ ક્યાં થાય છે એની માહિતી મારે જોઈએ છે. મને બારડે તારા વિષે બધી જ માહિતી આપી છે. બારડ સાથે જેવા સંબંધો હતા એવા જ સંબંધો આપણી બેની વચ્ચે રહેશે. પોલીસ સ્ટેશનમાં આપણે બને ત્યાં સુધી કોઈ વાતો નહિ કરીએ”

           

“મોટામાં મોટો બુટલેગર તો ગુણુ શેઠ છે. એ દિવસે માલ લાવે છે. એના જ ફાર્મ હાઉસની બાજુમાં આવેલ એક ભંગારના ડેલામાં માલ નું કટિંગ અને ડીલીવરી થાય છે. એનો આ   ભંગાર અને કાંટાનો ધંધો તો દેખાવ પુરતો  જ છે બાકી એનું સેટિંગ છેક ઉપર સુધી છે. તમે થોડી રાહ જુઓ  અઠવાડિયા માં હું તમને જણાવી દઉં ત્યારે બપોરની રેઇડ મારવાની.. મેઈન રોડ પરથી નહીં પણ પાછળ એક વેણ જેવું છે ત્યાંથી રેઇડ પાડો અને નવા આવેલ બે કોન્સટેબલને જ સાથે રાખશો. જુના છે એ બધા ગુણું શેઠના ગુલામ છે. અને ખાસ તો પેલી બે લેડી કોન્સ્ટેબલ છે એ ખતરનાક છે. એ જેટલી દેખાય છે એટલી જ ભોમાં  છે. કોઈ એવી ચર્ચા એ બે જણીઓ  હોય ત્યારે નહિ જ કરવાની.” જગલો બધી જ વાત પાકા પાયે કરતો હતો. અને ત્રણ દિવસ પછી જ પી એસ આઈ રાઠોડે ત્રણ ટ્રકમાંથી દારુ પકડી પાડ્યો. આમ તો એ ત્રણ ટ્રક મુંબઈ થી ભંગાર લઈને રાજકોટ બાજુ જતા હતા. ભંગારની  વચ્ચે દારૂનું પેટીઓ નીકળી. જોકે પકડાઈ ગયા પછી તરત ઉપરથી ફોન આવી ગયા.

પી એસ આઈ રાઠોડે હતું એટલું બધું બળ કરીને કડક રહેવાનું હતું એટલું કડક રહ્યા અને પછી એક માસિક મોટી ઓફર સ્વીકારી લીધી. ફક્ત પાંચ પેટીનો એક જ ટ્રકમાંથી કેઈસ નોંધ્યો અને બાકીનો માલ સગેવગે કરાવી નાંખ્યો. બીજે દિવસે  છાપામાં ફોટાઓ સાથે હેડલાઈન્સ ફરતી હતી.

                

“નવા આવેલ પીએસઆઈનો સપાટો!! બુટલેગરો જમીનમાં ઉતરી ગયા!! પ્રજામાં આનંદની લાગણી!!

                     

બસ પછી તો બીજા ચારેક કેસમાં પણ જગલાની સલાહ એટલી ઉપયોગી નીવડી હતી કે પીએસઆઈ રાઠોડને ક્રેડીટની સાથો સાથ સારી એવી ગુલાબી નોટો પણ મળી આવી હતી. જગલા સાથેનું સેટલમેન્ટ રંગ લાવી રહ્યું હતું. પણ કોઈને એની ગંધ સરખી પણ ના આવી.!!

                  

જગલો ચાના કપ લઈને ગયો પછી થોડી જ વારમાં એક ઈનોવા આવી.એમાંથી બે જણાએ એક બાવીસેક વરસના છોકરાને એક છોકરાને ઉતાર્યો અને લઇ ગયા સીધા પોલીસ સ્ટેશનમાં. થોડી વારમાં જ વીસેક માણસોનું ટોળું ભેગું થઇ ગયેલું. અને ચા ની લારીની આજુબાજુ માણસોનો અડ્ડો જામ્યો. એક કોન્સ્ટેબલ આવ્યો અને દરવાજા પાસે આવીને હાથ લાંબા કરીને ત્યાં નજીક ઉભેલા માણસો ઉપર ગાળોની પ્રેકટીશ કરી.એટલે એ માણસો પણ ચાની કેબીન લારી પાસે ટોળે વળ્યા. જગલાએ ચાનું તપેલું ચડાવ્યું અને ટોળે વળેલા લોકોએ વાતચીતનું તપેલું ઉકાળવા માંડ્યું.

                 

“કેદાર શેઠે સરખાઈનો ઝુડ્યો લાગે છે!! વાંહે ભરોળ્યું પડી ગઈ છે છોકરાને!! અને હવે પોલીસ વાળા ઝુડશે એ વધારામાં” એક પાતળી સોટી જેવી કાયા ધરાવતો  માણસ બોલ્યો.

               

“પણ બનાવ તો કાલે સાંજે છ વાગ્યે બન્યો છે અને અત્યારે પોલીસ સ્ટેશન પર કેમ લઇ આવ્યા છે?? આખી રાત છોકરાને ઘરે જ પૂરી રાખ્યો છે.અને ઢોર માર માર્યો છે. મારો ભાઈબંધ તેજસને કેદાર શેઠનું ઘર પડખે પડખે છે એટલે મને ખબર બાકી આપણને આમાં કઈ રસ નહિ” ગલોફામાં ડબલ વિમલ ચડાવેલો એક હદ કરતા વધારે જાડો માણસ બોલતો હતો.”

           

“ આ બધા શેઠિયા કહેવાય.. એનું બધુય હાલે.. એને કોઈ ના કહે.. બાકી કાયદા પ્રમાણે તમે કોઈને હાથ લગાવી ન શકો!! પોલીસ પણ કોઈની મારઝૂડ ના કરી શકે.. પણ આ ગામનો નથી અને બહારગામનો છે. અને બિચારો મજુરી કરતો હતો. કેદારશેઠને ત્યાં ઉપલા માળે રંગનું કામ કરતો હતો. અને ખોટો આરોપ આવ્યો છે.. બાકી કેદાર શેઠ અને એની પત્નીને આખું ગામ ઓળખે છે” ખાદીધારી અને વધી ગયેલ દાઢી વાળો એક ભાઈ બોલતો હતો.

          

“ ગુન્હો કબૂલ કરી લીધો હોત તો રાતે જ ફેંસલો થઇ જાત... પણ આ માન્યો નહિ.. એટલે થોડો ચમત્કાર દેખાડવા જ લાવ્યા છે.. હવે સરખાઈનો સલવાય જાવાનો છે.. કેદારશેઠની સાથે સાથે ધારાસભ્યનો ભત્રીજો પણ છે એટલે પોલીસ વાળા પણ સરખાઈના ધીબેડશે..”

               

લોકો વાતો કરતા રહ્યા. જગલો ચા બનાવતો રહ્યો અને બીજા બે જણા ચા લોકોને આપતા રહ્યા અને પૈસા ઉઘરાવતા રહ્યા. લોકોનું ટોળું વધતું રહ્યું અને નિત નવી વાતો થતી રહી!!

                 

કલાક પછી કેદાર શેઠ અને તેની સાથે આવેલ ધારાસભ્યનો ભત્રીજો જતો રહ્યો. પેલાને કસ્ટડીમાં પૂરી દીધો અને થોડી વારમાં જ પી એસ આઈ રાઠોડની જીપ નીકળી તેની સાથે બે લેડીઝ કોન્સ્ટેબલ હતી. લોકો વાતો કરવા લાગ્યા.

              

“હવે પેલીનું નિવેદન લેવાશે.. થોડો ઘણો તોડ તો થશે જ પછી જ કલમો લાગશે અને એ કલરકામ કરવા વાળાના ભુક્કા નીકળી જશે” અને પછી ધીમે ધીમે ટોળું વિખેરાયું. એકાદ બે પત્રકારો પણ આંટા મારી ગયા પણ કોન્સ્ટેબલે એને કહી દીધું કે સાહેબ ઘનિષ્ઠ તપાસ કરવા ગયા છે. વિધિવત ફરિયાદ નોંધાશે એટલે તમને સામેથી બોલાવી લઈશું. અને બ્રેકીંગ ન્યુઝ વાળા જતા રહ્યા. લગભગ સાંજના ચારેક વાગ્યે રાઠોડની જીપ પાછી ફરી અને રાતે નવ વાગ્યે હાઇવે પર એક નિર્ધારિત સ્થળે જગલો અને પી એસ આઈ રાઠોડ ભેગા થયા.

            

“ આમાં હું કઈ નક્કી કરી શકતો નથી. રંગકામ કરવા વાળો નિર્દોષ હોય એમ લાગે છે. અને સામે કુબેર શેઠ અને તેની પત્ની કહે છે કે એ પંકજે એનો હાથ પકડ્યો. એક મહિનાથી એ બંગલાની ઉપર કલરનું કામ કરે છે.  વળી કેદાર  શેઠનું કહેવું એવું હતું કે એ પહેલેથી થોડા નખરા કરતો હતો અને પછી હદ વટાવી ગયો એટલે ના છૂટકે એને આ કરવું પડ્યું છે. છોકરો ના પાડે છે અને એ પોતાની મજુરી માંગે છે અને શેઠ એને મજુરી નથી આપવા માંગતા. એ આવા આવારા તત્વોને પાઠ ભણાવવા માંગે છે. આખી રાત શેઠે એને બંગલામાં રાખ્યો માર્યો પણ ખરો પણ પેલો પૈસા લીધા વગર જવા તૈયાર નથી” પી એસ આઈ રાઠોડે કહ્યું. અને પછી જગલો શરુ થયો.

                 

“શેઠ અને શેઠાણી ખોટા છે એ સો ટકા ની વાત!! પૈસા ચુકવવા ન પડે એ માટેનું આ નાટક છે.. તમે તો હજુ નવા છો એટલે તમને એ કેદાર શેઠની ખબર ના હોય. એની રૂપાળી પત્ની સાવ લખણખોટીની છે. આ કેદાર શેઠના બીજા લગ્ન છે.એની પહેલી પત્ની ખાનદાન હતી. પણ શેઠને આ જળ કૂકડી વળગી એટલે શેઠે પેલીને લખણું કરાવીને છુટી કરી દીધી અને આને ઘરમાં બેસાડી દીધી. પેલા તો બધા એને કેદારો કહેતા પણ આ આવીને પછી જ એને બધા કેદાર શેઠ કેદાર શેઠ કરે છે. અને પછી એ ધનવાન પણ થઇ ગયા.

Post a comment

0 Comments